મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખોડિયાર જયંતિ નિમિત્તે કઠલાલ તાલુકાના ભાટેરા ગામ ખાતે પાટીદાર યુવા સેના દ્વારા તેમજ પલકભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, મયંકભાઈ પટેલ ની આગેવાની હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમા સ્વૈચ્છીક રક્તદાતાઓ દ્વારા ૨૮ યુનિટ બ્લડનુ રક્તદાન કયુ હતું. આ રક્તદાન કેમ્પમા ભાટેરા ગામના યુવાનો એ ઉત્સાહભેર ભાગ લઇ રક્તદાન મહાદાન ના સૂત્ર ને સાર્થક કરી સહકાર આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડબેંક ના મેડિકલ ઓફિસર ર્ડા. મનુભાઈ ગઢવી, ચૈતાલીબેન કાપટેલ, કૈલાશબેન શર્મા, ચિરાગ પરમાર તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


