Gujarat

ઊના શહેર અને તાલુકાના ઉમેદવારો પરીક્ષા દિધી વગર પરત ફર્યા ભારે આક્રોષ ફેલાયો.

ઊના – પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટતાજ ઉમેદવારોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે
સરકાર દ્રારા ઉમેદવારો સામે અન્યાય થતો હોય અને ઉમેદવારો પરીક્ષાની તૈયારી માટે રાત દિવસ ઉજાગરા કરીને વાંચન કરતા હોય
તેમ છતાં વહાણ કાંઠે આવીને ડુબી ગયેલ જેવો ઘાટ સર્જાતા તમામ ઉમેદવારોને અધવચ્ચેથીજ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો
હતો. ઉના તાલુકાના મેદવારોની અન્ય જીલ્લામાં પરીક્ષાનું સેન્ટર હોય જેથી એક દિવસ અગાઉ જઇ ત્યાં રોકાવાયા હોય તેમજ
વહેલી સવારે ખાનગી વાહનો બાંધીને જતા ખાવાપીવા સહીત રહેવાનો ખર્ચ માથે પડતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
ઉના શહેર અને તાલુકાના ઉમેદવારો વહેલી સવારે ૪ વાગ્યે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ ૩ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવામાં
ખાનગી વાહનોમાં છ સાત ઉમેદવારો ઉના થી જુનાગઢ જવા નિકળ્યા હતા. ત્યારે છ વાગ્યાની આસપાસ સાસણ પહોચ્યા હતા
અને ચા પાણીનો હોલ્ટ કરવા ઉભા રહ્યા હોય ત્યારે સમાચાર મળેલ કે પરીક્ષાનુ પેપર ફુટી જતાં આજે પરીક્ષા રદ કરવામાં આવતા
અમારા ટીકીટ ભાડા ખર્ચ માથે પડી રહ્યાં છે. અમારા જેવા બેરોજગારો મેદવારો ઉપર અવાર નવાર અન્યાય કેટલા સમય સુધી રહેશે.
જેથી સરકારને વિનંતી છે કે અમને હવે ન્યાય મળે તેવી અરવિંદ બાંભણીયાએ જણાવેલ હતું..

-પસંદગી-મંડળ-વર્ગ-૩-જુનિયર-ક્લાર્કની-પરીક્ષાનું-પેપર-ફુટતાજ-ઉમેદવારોમાં-ભારે-રોષ-ફાટી-નિકળ્યો-છે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *