નવીદિલ્હી
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનો ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ ઓડિશાના કલામ દ્વીપ પાસે કરવામાં આવ્યો. ડિફેન્સ સોર્સેના માધ્યમથી આ માહિતી સામે આવી છે. ટેસ્ટ સફળ રહ્યો કે નહીં તે અંગે કોઈ માહિતી નથી મળી. આપને જણાવી દઈએ કે ૐજી્ડ્ઢફ એક માનવ રહિત વિમાન છે, જે હાયપરસોનિક ગતિથી યાત્રા કરી શકે છે. આ વિમાનમાં હાઈપરસોનિક એર-બ્રેથિંગ સ્ક્રેમજેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આ વિમાન સાઉન્ડ કરતાં પાંચથી છ ગણી ઝડપે ઉડી શકે છે. ડીઆરડીઓએ સૌપ્રથમ વર્ષ ૨૦૧૯માં હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ૨૦૧૦ના શરૂઆતમાં ૐજી્ડ્ઢફ એન્જિનના વિકાસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ઈસરોએ પણ આ ટેક્નોલોજીના વિકાસ પર કામ કર્યું છે અને વર્ષ ૨૦૧૬માં તેની સાથે સંબંધિત સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ ટેક્નોલોજી વિકસાવનાર વિશ્વનો ચોથો દેશ બન્યો. ૨૦૦૮માં, ડ્ઢઇર્ડ્ઢંના પૂર્વ પ્રમુખ વી.કે. સારસ્વતે જણાવ્યું હતું કે ૐજી્ડ્ઢફ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ૧૫ કિમીથી ૨૦ કિમીની ઉંચાઈએ સ્ક્રેમ-જેટ એન્જિનનું પ્રદર્શન પ્રદર્શિત કરવાનો હતો. સ્ક્રેમ-જેટ એન્જિન સાથેનું ૐજી્ડ્ઢફ ૭૪૦૮.૮ કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે.


