Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજમાં એન.એસ.યુ.આઈ દ્વારા કોલેજને ન્યૂઝ પેપરની ભેટ આપી કોલેજની લાયબ્રેરીમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી આલમને તમામ પ્રકારની સુવિધા જેવી કે મેગેઝિન, ન્યૂઝ પેપર વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજનો યુગ જ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. માનવજીવનની હરેક પળે કંઈક ને કંઈક નવીનીકરણ થતું જોવા મળે છે. આવા સમયે લેટેસ્ટ નોલેજથી અપડેટ રહેવા માટે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં અદ્યતન સુસજ્જ લાયબ્રેરીનું હોવું અત્યંત આવશ્યક છે. દેશનું લક્ષ  જ્યારે આર્થિક રીતે હરણફાળ ભરવાનું હોય તેવી પરિસ્થિતિમાં જ્ઞાનની પરબ જેવી  શૈક્ષણિક સંસ્થાઓ પણ રોજબરોજનો અવનવી માહિતીઓથી અપડેટ રહેવી જરૂરી છે. ખાસકરીને શૈક્ષણિક સંસ્થાઓની પુસ્તકાલયોની આ વિશેષ જવાબદારી બની જતી હોય છે. આવી પરિસ્થિતિમાં સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજના વિદ્યાર્થીઓને કોલેજની લાયબ્રેરીમાં મેગેઝિન અને ન્યૂઝ પેપર વાંચવા મળે તે જરૂરી છે.
આ સંદર્ભે એનએસયુઆઈ દ્વારા આ કોલેજને ન્યૂઝ પેપરની ભેટ આપી લાયબ્રેરીની તમામ પ્રકારની સુવિધાઓ  જેવીકે  પુસ્તક, મેગેઝિન, ન્યૂઝ પેપર ઉપલબ્ધ કરાવામા આવે તેવી માંગ કરવામાં આવેલ. જો કે કોલેજ દ્વારા લાયબ્રેરીની ફી લેવામાં આવે છે પરંતુ લાયબ્રેરીમાં મેગેઝિન અને ન્યૂઝ પેપર વિદ્યાર્થીઓને વાંચવા માટે ઉપલબ્ધ નથી એવું એનએસયુઆઈનું કહેવું છે.

IMG-20230202-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *