જૂનાગઢ અને કેશોદમાં અન્ડર -૧૪ વયજૂથના ભાઈઓ-બહેનો માટે વોલીબોલ અને બાસ્કેટબોલની રમત માટે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે અંડર-૧૪ વયજૂથના ખેલાડી એટલે કે, તા.૦૧-૦૧-૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે વોલીબોલ અને બાસ્કેટબોલ રમતમાં પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૦૬-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૦૯ કલાકે આઝાદ ક્લબ તાલુકા પંચાયત કચેરી પાસે કેશોદ ખાતે હાજર રહેવાનું રહેશે. કેશોદ ખાતેના હાઈટ હન્ટની વધુ માહિતી માટે નયનભાઈ સોલંકી મો.૬૩૫૧૮૨૬૪૩૨નો સંપર્ક કરવાનો રહેશે. તથા તા.૦૭-૦૨-૨૦૨૩ ના રોજ સવારે ૦૬ કલાકે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ગ્રાંધીગ્રામ, જૂનાગઢ ખાતે હાજર રહેવાનુ રહેશે. જૂનાગઢ ખાતેના હાઈટ હન્ટ માટેની વધુ માહિતી માટે હરિભાઈ છાત્રોડીયા મો.૮૪૮૮૮૨૨૦૧૩નો સંપર્ક કરવાનો રહેશે.
આ હાઈટ હન્ટમાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ વર્ષના ભાઈઓના વર્ગમાં અનુક્રમે ૧૬૦+, ૧૬૮+, ૧૭૩+ અને ૧૭૯+ સે.મી. હાઈટ હોવી જોઈએ. તેવી જ રીતે ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ બહેનોમાં અનુક્રમે ૧૫૫+, ૧૬૩+, ૧૬૬+ અને ૧૭૧+ સે.મી. હાઈટ હોવી જોઈએ.
