Gujarat

ગીરગઢડાના જશાધાર ફોરેસ્ટ કર્મી. પર હુમલો કરી ધમકી આપનાર શખ્સને ૩ વર્ષની સજા, રૂ.૫ હજારનો દંડ.

જશાધાર નજીક રોડ પર ફોરેસ્ટ કર્મી પર હુમલો કરી ધમકી આપી હતી. કેસ ચાલી જતાં આરોપીને સજા પડી.
ઊના – જશાધાર ગામે બસ સ્ટેશન નજીક તુલસીશ્યાર રોડ પર સરકડીયા નેશમાં રહેતો નાગ વાસુર આહીરે વનવિભાગના ફોરેસ્ટર
કર્મચારીને કહેલ કે તું કેમ મારી સામે જોયા કેમ કરે છે તેમ જણાવી અગાઉ મારા માણસોને દારૂના કેસમાં પકડાવે છે. તેવું જણાવી
ફોરેસ્ટ કર્મચારીનો કાઠલો પકડી જપાજપી કરી જમણા હાથમાં પહેરેલ કડુ ફોરેસ્ટ કર્મીના માથાના ભાગે મારી ગંભીર ઇજા કરતા
લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડાયેલ અને મને ચેક પોસ્ટ પર રોકીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ
બાબતે નાગ વાસુર આહીર વિરૂધ્ધ પોલીસમાં ફરજ રૂકાવત સહીતની કલમ હેઠળ ફરીયાદ નોધાવેલ હતી. અને પોલીસે ચાર્જશીટ
તૈયાર કરી કોર્ટમાં રજુ કરેલ જે અંગેનો કેસ ગીરગઢડા જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસની કોર્ટેમા ચાલી જતાં સાક્ષી અને પુરાવા
તેમજ વકીલની દલીલોને ધ્યાને લઇ નાગ વાસુર આહીર સામે કેસ સાબીત થતાં ૩ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૫ હજારનો દંડ
ફટકાટ કરેલ હતો. આરોપી દંડની રકમ નહી ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કોર્ટે ફટકારેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *