Gujarat

મહુધા કોલેજના NSS ના વિદ્યાર્થીઓએ માટે ” ઉત્કંઠેશ્વર ” મુકામે એક દિવસનો પીકનીક પ્રોગ્રામ યોજાયો

તસ્વીર અહેવાલ : નિસાર શેખ , મહુધા
મહુધા કોલેજની NSS ની વાર્ષિક શિબિર નાં કાર્યક્રમ અંતર્ગત 2 યુનિટ્સના કુલ 100 વિદ્યાર્થીઓને એક દિવસ માટે ” ઉત્કંઠેશ્વર ” મુકામે સવારે 8:30 થી સાંજે 4:30 સુધી પીકનીક માટે લઈ જવામાં આવ્યા હતા.કોલેજના સર્વે સ્ટાફ મિત્રોના સહયોગથી વિધાર્થીઓ અને સ્ટાફે શિબિરના સતત છઠ્ઠા દિવસ સમુહ ભોજન કરી ” અન્ન ભેગા એના મન ભેગા ” નું સૂત્ર સાર્થક કર્યું.પીકનીકના સ્થળે સમગ્ર સ્ટાફના સહયોગથી શિબિરાર્થી ભાઈ -બહેનોને ” માઈન્ડ ગેમ ” રમાડવામાં આવી હતી અને તેમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયેલ ટિમ “મધુરમ” ને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
એક દિવસીય પીકનીકના સુંદર અને સફળ આયોજન બદલ પ્રોગ્રામ ઓફિસર એન.બી.સોલંકી , પ્રો.ડૉ. પી.એલ.પટેલ તેમજ શિબિરના વિધાર્થીઓને મહુધા કેળવણી મંડળ પરિવાર અને કૉલેજ સ્ટાફ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી.

IMG-20230205-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *