Himachal Pradesh

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તુટ્યો, ઘટનામાં કોઈ જાનહાની થઇ નહિ

ચંબા-હિમાચલ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તૂટ્યો છે. ચંબાના જનજાતિય વિસ્તાર ભરમૌરમાં આ પુલ જમીનદોસ્ત થયો અને હવે આ વિસ્તાર બાકીની દુનિયાથી અલગ થઈ ગયો છે. જાે કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. પણ બે દિવસમાં ચંબામાં અહીં બીજાે પુલ તૂટ્યો છે. આ અગાઉ ભરમૌર હોલીના ચોલીનો પુલ ઓવરલોડ ટ્રકના કારણે તૂટી ગયો હતો. શનિવારે પહાડી ધસવાના કારણે આ ચંબાનો પુલ પર પડ્યો અને પુલ તૂટ્યો. હાલમાં ભરમૌરના લોકો ભરમૌરમાં અને ભરમૌર જનારા લોકો હવે લૂણામાં ફસાઈ ગયા છે. વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. હિમાચલના ચંબા જિલ્લાના ભરમૌરમાં પણ ગત રોજ વૈલી બ્રિજ તૂટ્યો હતો. ઘટના દરમિયાન બે મોટા ટ્રક નાળામાં પડ્યા હતા. જ્યારે એક કાર પુલ નજીક નીચે લટકી ગઈ હતી. ઘટનામાં એક યુવકનું મોત પણ થઈ ગયું. જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો હતો. પુલ પર ક્ષમતા કરતા વધારે ટ્રક પસાર થતાં આ દુર્ઘટના થઈ હતી.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *