Gujarat

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકડ્રિલનું આયોજન

સુરેન્દ્રનગર
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમા આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરની કલેકટર કચેરી ખાતે મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામા ખાસ કરીને આગ લાગવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, આગ લાગતી હોય છે, ત્યારે નાશભાગ થઇ જતી હોય છે. ત્યારે ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં પણ અધિકારીઓને આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી વિગતો ન હોવાના કારણે આગ ઓલવી શકતા નથી હોતા. આ જ બનાવને લઈ અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આગ લાગે ત્યારે શું કરવું ? તે અંગે અધિકારીઓને માહિતી આપવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના આદેશથી મોકડ્રિલનું આયોજન કરાયું હતુ. જેમાં આગ લાગે ત્યારે ફાયર સેફટીના સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો ? તે અંગેની ટ્રેનિંગ પણ નાયબ મામલતદાર અને કલેકટર ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને અપાઈ હતી. ત્યારે આ ટ્રેનિંગ દરમિયાન ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત ગેસ તેમજ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામ અધિકારીઓ મોકડ્રિલ સમયે ફરજીયાત હાજર રહ્યા હતા. અત્યારે ખાસ કરીને કારમાં આગ લાગે ત્યારે તેમા રહેલા સીએનજીની ઉપર કેવી રીતે કેમિકલથી આગ બોલાવી શકાય તેમજ ઓફિસમા ઇલેક્ટ્રીક વિભાગમાં આગ લાગે તો તેમા કયા પ્રકારના વાયુનો ઉપયોગ કરાય એને કેવી રીતે વાયુ આગ ઉપર ફેંકી અને આગને કાબુમાં લઈ શકાય તે અંગેની તમામ પ્રકારની ટ્રેનીંગ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના કર્મચારીઓને અધિકારીઓને આપવામાં આવી હતી. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા ફરજિયાત ટ્રેનિંગમાં હાજર રહેવા માટે મામલતદાર, નાયબ મામલતદાર અને ક્લાર્કને ફરજિયાત હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા હોવાના કારણે તમામ હાજર રહ્યા હતા અને વ્યવસ્થિત રીતે ડેમોસ્ટ્રેશન સાથે આગ લાગે ત્યારે શું કરવું ? તે અંગેની ટ્રેનિંગ લીધી હતી. અને આ મામલે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ તથા ગુજરાત ગેસ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ પણ વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપી અને આગ લાગે ત્યારે સૌ પ્રથમ આગને કાબૂમાં લેવા માટે શું વ્યવસ્થા કરવી ? અને જે ફાયર સેફટીના સાધનો છે, તેમનો કેવી રીતે ઉપયોગ કરવો ? તે પ્રકારે અધિકારીઓને કલેક્ટર ઓફિસના કર્મચારીઓને વાકેફ કર્યા હતા.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *