Gujarat

શિવરાત્રીના મેળામાં પાણી દુષિત થાય તેવા કૃત્‍યો  કરવા પર પ્રતિબંધ         

ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે શિવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્‍યામાં યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય છે. આ સમય દરમ્‍યાન લોકોનાં જાહેર આરોગ્‍યને નુકશાન ન થાય,આરોગ્‍ય જળવાઇ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા લેવાનુ જરૂરી હોય અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જૂનાગઢ  એલ.બી.બાંભણિયા તેમને મળેલ અધીકારની રૂઇએ જાહેરનામુ બહારપાડીને તા.૧૫/૦૨/૨૦૨૩ થી તા.૧૮/૦૨/૨૦૨૩ સુધી ભવનાથ વિસ્‍તારમાં લોકોને પીવા માટેનું પાણી દુષિત થાય તેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

       મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી જૂનાગઢ તથા તેઓશ્રીએ નિયુક્ત કરેલા કર્મચારીઓને ઉપરોક્ત કામગીરીની દેખરેખ રાખવા અને યોગ્‍ય પગલા લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *