લાઠીના યુવા અગ્રણી ધર્મેશ સોનીનો આજે જન્મ દિવસ
હંમેશા પરોપકાર ની ભાવના ધરાવતા અને લોકોનું દુઃખ પોતાનું દુઃખ સમજનારા લાઠી ના સોની સમાજના પ્રમુખ ધર્મેશભાઈ સોનીનો આજે 40મો જન્મ દિવસ છે.લાઠી શહેરમાં ભાજપમાં નાના કાર્યકર તરીકે કામગીરી શરુ કરી રાજકીય અને સામાજિક સફર છેલ્લા 18 વર્ષથી કરી રહ્યા છે. તેઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે બહુ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.ધર્મેશભાઈ સોની દ્વારા કોરોના કાળમાં પ્રશાંશનીય કામગીરી કરવામાં આવેલ તેમજ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવીને મોટી સંખ્યામાં લોકોને વેકશીનેશન કરાવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 26મી જાન્યુઆરી 2021 ના રોજ તેમનું સેવાકીય કામગીરી બદલ રાજ્ય સરકારના મંત્રીશ્રી દ્વારા ધર્મેશભાઈ નું સન્માન પત્ર આપી સન્માન કરવમાં આવેલ.
આ ઉપરાંત તેઓ દ્વારા દીપાવલી પર્વમાં ફટાકડા વિતરણ, બંદીવાનોને ધાબળા વિતરણ, ઉનાળા માં ચપ્પલ વિતરણ, ઉત્તરાયણ પરવમાં પતંગ વિતરણ જેવા ઉમદા અને પ્રેરણાત્મકા કર્યો કરેલ છે આં ઉપરાંત સરકારી યોજનાઓનો છેવાડા માનવીને લાભ મળે તેમાટે તેઓ સતત પ્રયતશીલ રહે છે.
ધર્મેશ સોનીના જન્મ દિવસ નિમિતે રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો, મિત્રો, શુભેચ્છકો અને સ્નેહીજનો તરફથી મોબાઈલ ન.9426961298 ઉપર શુભકામનાઓ સાથે અભિનંદનવર્ષા કરી રહ્યા છે


