નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા મૃત્તકના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી
—
અમરેલી, તા.૯ ફ્રેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) ગયા વર્ષની ચોમાસા ઋતુ દરમિયાન અકસ્માતે નદીમાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા તેવા સ્વ.જતિનભાઈ રાજુભાઈ મોરીના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રુ. ૪ લાખની રકમનો ચેક નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકવાવ વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી કૌશિકભાઈ દ્વારા મૃત્તકના પરિવારજનોને દિલસોજી સહ સાંત્વના પાઠવવામાં આવી હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


