રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે તા.૧૧-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે.
આ કોન્ફરન્સમાં રિસર્ચ એન્ડ રિસર્ચ મેથોડોલોજી પર તજજ્ઞો પોતાના વિચારો વ્યક્ત કરશે. ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કશ્મીરાબેન દવે મુખ્ય વક્તવ્ય આપશે.
જૂનાગઢની બાઉદ્દીન અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લેશે.
