વિસાવદર તાલુકાના રતન ગામમાં રાત્રીસ ભાઈ યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ રજૂ કરેલા ૧૯ જેટલા પ્રશ્નો નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ રાત્રી સભામાં ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નોને જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓએ સાંભળ્યા હતા. સાથે જ પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને જિલ્લા વહીવટી તંત્રની પહેલરૂપ પિંક કાર્ડ, ગ્રે કાર્ડ, પ્રોજેક્ટ આશીર્વાદ વગેરેની પણ જાણકારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના નિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લાભરમાં રાત્રીસભાઓ યોજવામાં આવી રહી છે.


