Gujarat

વિસનગરમાં અલગ અલગ ૭ જગ્યાએ રેડ કરી દેશી દારૂ પકડ્યો

વિસનગર
વિસનગર શહેર અને તાલુકા પોલીસે દેશી દારૂનું વેચાણ કરનાર સામે લાલ આંખ કરી હતી. જેમાં શહેર અને તાલુકા વિસ્તારમાં મળી કુલ ૭ જગ્યાએથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં તમામ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા. તે દરમિયાન બાતમીના આધારે શહેરના ૫ અલગ અલગ જગ્યાએથી દેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ત્યાં જઈ રેડ કરતા દારૂ ઝડપી લીધો હતો. જેમાં શહેર પોલીસે બહુચરનગર વ્હોના છાપરામાં ૧૦ લીટર, બહુચરનગર વ્હોના છાપરામાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો વોશ, કડા દરવાજા બહુચર માતાના ચોક વિસ્તારમાં ૫ લીટર, ભાથીટેબો વિસ્તાર તેમજ આથમણાવાસ માંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે દારૂનું વેચાણ કરનાર ૩ મહિલા અને ૨ પુરુષ વિરૂદ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેમને તાલુકાના ૨ ગામોમાં રેડ કરી દેશી દારૂનું વેચાણ કરનાર બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પોલીસે તાલુકાના ગોઠવા તેમજ બોકરવાડા ગામેથી દેશી દારૂ વેચનારના ઘરે જઈ રેડ કરતા દેશી દારૂ પકડી લીધો હતો. આમ શહેર અને તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂનું વેચાણ કરનાર સામે લાલ આંખ કરી દારૂનો મુદ્દામાલ કબ્જે લઇ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *