National

વેલેન્ટાઇનને યાદગાર બનાવવા ટોપ સોંગ ઓફ થ વિકની લીસ્ટમાં ટોપ પર છે આ ગીત

વેલેન્ટાઇન ડે એટલે પ્રેમના ઇઝહારનો દિવસ. આમ વાત કરવામાં આવે તો પ્રેમનો કોઇ દિવસ નથી હોતો પરંતુ તમે ૧૪ ફેબ્રુઆરીના રોજ પ્રેમનો ઇઝહાર કરવા ઇચ્છો છો અને કંઇક મ્યૂઝિકલ અંદાજમાં સેલિબ્રેટ કરવા ઇચ્છો છો તો આ સોન્ગ તમને કામમાં આવે છે. આજે તમને એક એવું ગીત જણાવીશું જેની લાઇન્સ તમને રોમેન્ટિક બનાવી દે છે. તો જાણો સોન્ગ ઓફ ધ વિકમાં એક પ્રેમ ભર્યા ગીત વિશે જેનું મેલ અને ફિમેલ એમ બન્ને વર્ઝન હિટ રહ્યા છે. વેલેન્ટાઇન ડેનાં દિવસ માટે ખાસ આ પ્રેમભર્યા ગીતનું નામ છે..’કૌન તુઝે યૂં પ્યાર કરેગા..’ આ ગીત વર્ષ ૨૦૧૬માં ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ’ સ્ટોરીનું છે. આ ગીતને અત્યાર સુધીમાં એક બિલિયન પણ વધારે ન્યૂઝ વ્યૂઝ મળી ચુક્યા છે. સુશાંત સિંહની લિડ ભૂમિકાની આ ફિલ્મ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની જીંદગી પર બન્યુ હતુ. ફિલ્મ નિરજ પાંડેએ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મમાં દિશા પટણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દિશા પટણીની આ ડેબ્યૂ ફિલ્મ હતી. આ સોન્ગ દિશા પર કોન તુઝે યૂં..પર ફિલ્માવવામાં આવ્યુ હતુ. દિશાની ફિલ્મી કેરિયરની પહેલું બ્લોકબસ્ટર સોન્ગ છે. આ ગીતના શબ્દો મનોજ મુંતશિરે લખ્યુ હતુ કે..આની અમાલ માલિકે સંગીતબદ્ધ કર્યુ હતુ. આ ખૂબસુરત ગીતમાં અવાજ પલક મુચ્છલે આપ્યો હતો અને આ સોન્ગને અમાલ મલિકે સંગીતબદ્ધ કર્યુ હતુ. આ ગીતમાં જ્યારે પલક મુચ્છલે અવાજ આપ્યો ત્યારે અનેક લોકોના દિલ સુધી પહોંચી ગયુ હતુ. પલકના કેરિયર માટે આ ગીત બેસ્ટ સાબિત થયુ હતુ. આ ગીત તમે પણ અનેક વાર સાંભળ્યું હશે. આ ગીતના શબ્દો આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. આ ગીત એક એવું છે જે આજે પણ સાંભળવાની મજા આવે છે. કૌન તુઝે યૂં..ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ગીતના દરેક શબ્દો પ્રેમનો ઇઝહાર કરે છે. આ ગીત હિટ થયા પછી આનું મેલ વર્ઝન પણ આવ્યુ હતુ, જેમાં અરમાન મલિકે ગાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *