છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ક ઓર્ડર મજૂરી હુકમ વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો , આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાન સભાના ઘારાસભ્ય રાજેદ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતની બેઠક મુજબ કુલ 660 લાભર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 11 પંચાયતનો સમાવિષ્ટ કરવામાં આવેલ છે , આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી,જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત, તેજગઢ જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


