Delhi

હવે ગરમી વધશે, અમુક રાજ્યોમાં વધ્યુ તાપમાન, કેટલાકમાં હિમવર્ષા-વરસાદની સંભાવના ઃ હવામાન વિભાગ

નવીદિલ્હી
હવામાનમાં ઝડપથી ફેરફાર જાેવા મળી રહ્યો છે. ધીમે-ધીમે ઠંડી વિદાયના આરે છે. લોકોને ઠંડીમાં રાહત મળવા સાથે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. જાે કે, પહાડોથી આવતા ઠંડા પવનોના કારણે હજુ પણ તાપમાનમાં ચડાવ-ઉતાર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્લીમાં હવામાન ચોખ્ખુ રહ્યું હતું જયારે આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી રહેવાની શક્યતા છે. દિલ્લી-એનસીઆરમાં હવામાન ખુશનુમા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા બેથી ત્રણ દિવસમાં આકાશમાં વાદળા રહેશે. જાે કે, વરસાદની કોઈ સંભાવના નથી. દિલ્લી-એનસીઆરમાં ૧૯થી ૨૦ ફેબ્રુઆરી સુધી મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી પહોંચવાનુ અનુમાન છે.પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ પડી રહી છે. પહાડો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી-એનસીઆર ઉપરાંત ઘણા વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતા ઠંડા પવનોને કારણે અનેક વિસ્તારોમાં સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ૧૭ ફેબ્રુઆરી સુધી જાેવા મળી શકે છે. જેના કારણે આગલા અમુક દિવસો સુધી લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક ભાગોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા અને ઉત્તર કર્ણાટકમાં તાપમાન વધશે અને આગામી બે-ત્રણ દિવસમાં અહીં તાપમાન ૩૫થી ૩૮ ડિગ્રી સુધી જઈ શકે છે. તો દક્ષિણના રાજ્યોમાં આજે હવામાન સૂકુ રહેશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકનુ હવામાન આજે સૂકુ રહેશે. જાે કે આજે આસામ અને પૂર્વોત્તરમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગલા બે-ત્રણ દિવસ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષાની સંભાવના છે. દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થશે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *