Delhi

સોસાયટીમાં ‘ઓપન સ્પેસ’નો નિયમ યોગ્ય ઃ સુપ્રિમ કોર્ટનો ચુકાદો

નવીદિલ્હી
રીયલ એસ્ટેટ ક્ષેત્ર-બિલ્ડરોને અસરકર્તા મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સોસાયટીમાં ખુલી જગ્યા (ઓપન સ્પેસ)ના નિયમને યોગ્ય ઠરાવ્યો છે.૧૦ હજાર મીટરના પ્લોટમાં ૧૦ ટકા જગ્યા ખુલ્લી રાખવાનું આવશ્યક છે. જેમાં સોસાયટીનાં રહીશો માટે સામાજીક-મનોરંજન વગેરે સુવિધા ઉભી કરી શકાય અને આ જગ્યાનું મેઈન્ટેનન્સ થઈ શકે. તે માટે જગ્યા ટ્રાન્સફર પણ કરવાની રહે છે. ચેન્નાઈનાં એક કેસમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ કે.એમ.જાેસેફ તથા જસ્ટીસ પી.એસ.નરસિમ્હાની બેંચે આ ચુકાદો આપ્યો હતો અને બિલ્ડરની વળર માંગ્યાની અરજી દલીલ ફગાવી દીધી હતી. બિલ્ડરની એવી દલીલ હતી કે ખુલ્લી જગ્યાનો નિયમ જમીન સંપાદન જેવો છે અને તેમાં વળતર મળવુ જાેઈએ.પરંતુ સુપ્રિમ કોર્ટે કહ્યું કે જમીન ડેવલપ કરનારાને આવો આદેશ આપી ન શકાય. કારણ કે ખુલ્લી જગ્યાનો ઉપયોગ રહીશો માટે જ થવાનો હોય છે. બિલ્ડરની ઈચ્છા વિરૂદ્ધ જમીન મેળવવામાં આવે તો જ સંપાદનની વ્યાખ્યામાં આવી શકે. ચેન્નાઈ મેટ્રોપોલીટન નિગમ નિયમોને યોગ્ય માનીને સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે ખુલ્લી જમીનનો ઉપયોગ રહીશો માટેની સામાજીક કે મનોરંજન જેવી સુવિધાઓ વિકસાવવા સિવાય અન્ય કોઈ ઉદેશથી ન થવો જાેઈએ કે કચરા પેટી ન બની જવી જાેઈએ.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *