Gujarat

રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ અન્વયે અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોની શ્રૃંખલાના ભાગરુપે માલવણ ખાતે સુવિધામાં ઉમેરો થશે

રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ અન્વયે
અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોની શ્રૃંખલાના ભાગરુપે માલવણ ખાતે સુવિધામાં ઉમેરો થશે

નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના માલવણ રુ.૧૦.૨૦ લાખના ખર્ચે નિર્માણ થનારા રોડ સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમહૂર્ત

અમરેલી, તા.૧૭ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ અન્વયે અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોની શ્રૃંખલા શરુ છે. આ શ્રૃંખલાના ભાગરુપે અમરેલી જિલ્લાના માલવણ ગામે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના માલવણ ખાતે રુ. ૧૦.૨૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્લોક રોડ, આર.સી.સી. રોડ, અને ગટરના નિર્માણ કાર્યોનું ખાતમહૂર્ત નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. મહત્વનું છે કે, આ વિકાસકાર્યો થકી ગ્રામ્ય વિસ્તારમાં વધુ સારી સુવિધા મળે અને ગ્રામજનોની સુખાકારીમાં ઉમેરો થશે. માલવણ ખાતે સ્થાનિકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ પણ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, રાજ્યના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક વિકાસલક્ષી પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાની રાજ્ય સરકારની નેમ છે. કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જય ૦૦૦

IMG-20230217-WA0095-2.jpg IMG-20230217-WA0094-1.jpg IMG-20230217-WA0093-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *