Delhi

ભાજપના સાંસદોને પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે, ધાર્મિક બાબતો પર નિવેદન આપવાનું ટાળો

નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓએ વિવાદાસ્પદ અને ધાર્મિક બાબતો પર નિવેદન આપવાનું ટાળવું જાેઈએ. સાંસદોને બયાનબાજીથી દૂર રહેવા અને ખાસ કરીને ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર નિવેદનો કરવાથી દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા એ બજેટ અને રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ સાંસદો સાથે ઓનલાઈન બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન, જેપી નડ્ડાએ સાંસદોને કડક સૂચના આપી છે. અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, સાંસદોએ અમુક મુદ્દાઓ પર નિવેદન આપવાથી બચવું પડશે. સાંસદોએ વિવાદાસ્પદ અને ધાર્મિક મુદ્દાઓ પર નિવેદનો કરવાથી દૂર રહેવું જાેઈએ. તેમણે કહ્યું કે, પાર્ટીમાં એક સિસ્ટમ છે અને સિસ્ટમ મુજબ પાર્ટીના અધિકૃત પ્રવક્તા જ આવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે. જેપી નડ્ડાએ કહ્યું કે, ધાર્મિક બાબતો, સનાતન ધર્મ જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે. રાજકીય લોકોએ આમાં પડવું જાેઈએ નહીં અને બિનજરૂરી નિવેદનો કરવા જાેઈએ નહીં. આ સાથે જેપી નડ્ડાએ એમ પણ કહ્યું કે, જે નેતાઓને બાગેશ્વર ધામમાં શ્રદ્ધા છે તેઓ ત્યાં જાય, પરંતુ બિનજરૂરી નિવેદનોથી દૂર રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કોઈપણ સાંસદ અને નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદાસ્પદ બાબતો પર આપવામાં આવતા નિવેદનોથી નારાજ છે. જેપી નડ્ડાએ ઓનલાઈન મીટિંગ દરમિયાન કહ્યું કે, બજેટ પર રાષ્ટ્રપતિનું સંબોધન, જનતામાં જાઓ, પ્રેસ કોન્ફરન્સ કરો, જેથી કેન્દ્ર સરકારની જનહિત યોજનાઓની માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી શકે. નડ્ડાએ કહ્યું કે, સાંસદોએ સ્થાનિક સંગઠનોની મદદથી બૂથ અને પાવર સેન્ટરને મજબૂત કરવા જાેઈએ. નડ્ડાએ એમ પણ કહ્યું કે સાંસદોએ રમતગમતના કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો પૂરા કરવા જાેઈએ.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *