અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ.૯૪૮૨ કરોડના બજેટને મંજૂરી આપવા માટે આજથી બે દિવસ કોર્પોરેશનની બોર્ડ બજેટ બેઠક શરૂ થઈ છે, ત્યારે આ બજેટ પર ચર્ચા સાંભળવા માટે અમદાવાદની ઝ્રઈઁ્ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ બજેટ સાંભળવા માટે આવ્યા હતા. ઝ્રઈઁ્ યુનિવર્સિટીના માસ્ટર ઓફ અર્બન મેનેજમેન્ટના ૧૧ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડના બજેટ પર ચાલતી ચર્ચામાં ભાગ લીધો હતો. તેઓ શહેરમાં કઈ રીતે મેનેજમેન્ટ ચાલે છે, તેમના વિષય પર અભ્યાસ કરતા હોવાથી કોર્પોરેશનમાં રીતે બજેટ રજૂ કરવામાં આવે છે તે વગેરે જાણ્યું હતું.


