Gujarat

લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. 

સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.)
શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, (કાયદો અને વ્યવસ્થા ) ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના (illegal fire arms & ammunitions) ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિ ઉ૫૨ નિયંત્રણ લાવવા અંગે તા.૧૦/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનું (Special Drive) આયોજન ક૨વામાં આવે છે. જે અનુસંધાને શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ગોહિલ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, નાના લીલીયા ગામની ચોકડી પાસે પહોંચતા લીલીયા થી ક્રાંકચ ગામ તરફ જતા ગાગડીયા નદીના પુલ પાસે એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
દિનેશભાઇ લાલજીભાઇ સરવૈયા ઉ.વ.૪૬, ધંધો.મજુરી રહે.શેઢાવદર તા.લીલીયા જી.અમરેલી.
  મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
  આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ગોહિલ, તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. સંજયભાઇ પરમાર, મનિષદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230220-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *