જીલ્લાના ત્રણમાંથી બે ધારાસભ્યોને મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થઈને અલગ ડેરીની કરી માંગ
બરોડા ડેરીમાં ચાલતા વિવાદને લઇને છોટા ઉદેપુર જીલ્લાના પશુપાલકોએ અલગ થવાનો કર્યો નિર્ધાર
વડોદરા જીલ્લાના સ્વાર્થી રાજ્કારાનો ભોગ બરોડા ડેરી બની રહી છે. કોઇ પણ મુદ્દે વાસ્તવિકતા જાણ્યાં વગર માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે બરોડા ડેરીને છેલ્લા ત્રણ વર્ષથી નિશાન બનાવાઇ રહી છે. તમામ પ્રકારના ઉપદ્રવો વડોદરા જીલ્લાના અને તેમાય ખાસ કરીને સાવલી વિધાનસભા વિસ્તાર માંથી ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. હાલના સ્થિતિ એ ચાલુ રહે તો બરોડા ડેરીનું ભવિષ્ય જોખમમાં લાગે છે અને તેના કારી છોટાઉદેપુર જીલ્લાનો દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સહન કરવાનું આવશે તેવું લાગી રહ્યું છે જેને કારણે છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો ભેગા થઈને જિલ્લાના ધારાસભ્યો ને અલગ ડેરી બનાવવાને લઈને આવેદનપત્ર આપ્યું અને પશુ પાલકોને પડતી મુશેકેલીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં જિલ્લાના 2 ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ
છોટાઉદેપુર જિલ્લા આદિવાસી બાહુલય અને પછાત જિલ્લા હોય અહીંયાના ખેડુતો અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમજ પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી આર્થિક અને સામાજિક ઉન્નતિ તરફ પશુ પાલકો આગળ વધી રહ્યા છે ત્યારે જિલ્લા પશુપાલકોના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખી બરોડા ડેરી થી તાત્કાલિક છુટા પાડી છોટાઉદેપુર જિલ્લાને સ્વતંત્ર દરજ્જો આપવા માંગ કરે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


