Gujarat

નાયબ કલેકટરે શાપુર અને નાના કાજલિયાળા ગામની મુલાકાત લીધી

વંથલી તાલુકાના શાપુર ગામમાં નાયબ કલેકટર નિકુંજ ધૂળાએ દફતર તપાસણી કરી. તેમણે ગામમાં ચાલી રહેલી વિવિધ સરકારી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી.

નાયબ કલેકટરે શાપુર ગામના મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે બાળકોને મળતા ભોજનની વ્યવસ્થા અને કેન્દ્રની કામગીરી વિશે માહિતી મેળવી.

આ પછી તેમણે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી. અહીં અનાજનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લાભાર્થીઓને મળતા અનાજની કામગીરીની સમીક્ષા કરી. નાયબ કલેકટરે કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું.

આ ઉપરાંત, નાયબ કલેકટર નિકુંજ ધૂળાએ નાના કાજલિયાળા ગામની પણ મુલાકાત લીધી. તેમણે Appendix-A ફોર્મની કામગીરી અંગે સ્થળ પર તપાસ કરી. તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને ફોર્મની કામગીરી વિશે માહિતી મેળવી.