Gujarat

 કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ મધ્યઝોન માં કઠલાલ જવાહર નવોદય વિદ્યાલય ની છાત્રા દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શ્રી આદર્શ, વિદ્યાલય બોટાદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ મધ્ય ઝોનકક્ષા કલા મહાકુંભ માં જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ જિલ્લા ખેડા ધોરણ ૬ ની વિદ્યાર્થીની કુમારી આયલ ગઢવી એ ૬ થી ૧૪ વયજુથ ના દુહા છંદ ચોપાઈ માં સેન્ટ્રલ ઝોન કલા મહાકુંભમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
જે બદલ શાળા પરિવાર અને સમગ્ર ખેડા જિલ્લો ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.તે બદલ શાળાના આચાર્ય અનિલ કાંબલે તથા શાળા પરિવાર તરફ થી કુમારી આયલ ગઢવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

IMG-20230220-WA0101.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *