તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
અંદાજે 400 ની આસપાસ લોકોએ મેડિકલ કેમ્પનો વિનામૂલ્યે લોકોએ લાભ લીધો
જય રણછોડરાય સિનિયર સિટીઝન મહુધા દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધતન મશીન દ્વારા આંખોની તપાસ , ચશ્મા નું વિતરણ , નેત્રરોગ નિદાન તથા કાન બહેરાશ નિદાન શિબિર યોજવામાં આવ્યો હતો જેમાં 400 કેસ નું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ મહુધા શ્રીજી પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ નાં ડૉ.શ્રીમતી અર્ચના બેન સોજીત્રા દ્વારા ઓક્સિજન પ્રમાણ ( કાર્ડીયોગ્રાફ ) તથા જનરલ મેડીસીન દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી
આ પ્રસંગે અંધજન મંડળ નાં પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ , મંત્રી વિપુલભાઇ પટેલ, ડૉ.શ્રીમતી અર્ચના બેન સોજીત્રા તથા પ્રમુખ શાહ સત્યનારાયણ ભાઈ , ઉપપ્રમુખ મધુભાઈ રબારી , મંત્રી ભીખાભાઈ પટેલ સહિત સહમંત્રી પરેશભાઈ દરજી હાજર રહ્યા હતા


