સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આખરે ખુંટીયાનો અંતકાળ આવ્યો
હડકવાના કારણે અંતે ચક્કર આવતાં પડીને મૃત્યુ પામતાં આ વિસ્તારના લોકોને ડરમાંથી મુક્તિ મળેલ છે.
સાવરકુંડલા ખાતે વોર્ડ નંબર પાંચનાં નિર્મળનગર વિસ્તારમાં આવેલા ખૂંટિયાનું આખરે મોત થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે મૃત્યુ એ દરેક માટે દુખદ જ હોય છે. પરંતુ હિન્દી ભાષામાં એક કહેવત છે કે કુત્તા અગર પાગલ હો જાયે તો ઉસે માર દિયા જાતા હૈ. જો કે અમુક દર્દો પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્રાણઘાતક હોય છે એ વાત પણ સ્વીકારવી જ પડે છે.


