Gujarat

બોડેલી નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ બોડેલી નગરમાં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી ધૂમધામથી કરાઈ અને છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી 

બોડેલી નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ બોડેલી નગરમાં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી ધૂમધામથી કરાઈ અને છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળી

બોડેલીમાં છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૪ મી જન્મ જયંતિની ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી.
     મરાઠા સામ્રાજ્યના વીર યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની  જન્મ જયંતી નિમિતે બોડેલી માં ભોઈ  સમાજ તેમજ મરાઠા સમાજ દ્વારા શિવાજી મહારાજ ની શોભાયાત્રા કાઢી ધામ ધૂમ થી ઉજવણી કરાઈ  હતી.
      છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૪ મી જ્ન્મ જયંતી નિમિતે  સમસ્ત હિન્દૂ સમાજ, ભોઈ સમાજ, મરાઠા સમાજ ઘ્વારા  શિવાજી મહારાજ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.બોડેલી રામજી મંદિર થી ડીજે સાથે શિવાજી મહારાજ ની વિસાળ પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં મરાઠા સમાજ હિન્દૂ સમાજ ના યુવાનો, બાળકો, મહિલાઓ તેમજ સમસ્ત ભોઈ સમાજ, મરાઠા સમાજ મોટી સંખ્યામાં  હાજર રહી શોભાયાત્રા માં જોડાયા હતા.હાથ માં ધજા લઇ ડી જે ના તાલે  શિવાજી મહારાજ ની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા બોડેલી ના રાજમાર્ગ નીકળી હતી. શોભાયાત્રા માં શિવાજી મહારાજ ની પ્રતિમા નું ફૂલો થી ઠેર ઠેર  સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ યુવાનો શિવાજી મહારાજ કી જય” અને “જય ભવાની-જય શિવાજી” નો  જયઘોષ કરાયો હતો.છત્રપતિ શિવાજી મહારાજ ની શોભાયાત્રા નું ખોડિયાર મંદિરે સમાર્પણ કરી  શિવાજી મહારાજની જન્મ જયંતિની ધૂમ  ધામ થી ઉજવણી કરાઈ હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230221-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *