Gujarat

કઠલાલ બ્રહ્મ સમાજના યુવાનોનું સન્માન કરાયુ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ- ખેડા દ્વારા આયોજિત ૩૩ માં વાર્ષિક પાટોત્સવ તથા બ્રહ્મસંમેલન નું આયોજન ખેડા ખાતે કરવામાં આવ્યુ હતું.જેમાં સમાજ ના કર્મઠ સેવકો નું સન્માન કરવામાં આવ્યુ.કઠલાલ ખાતે થી બ્રહ્મ સમાજ ના પ્રમુખ અને સેવાકીય વૃતિ ધરાવનારા પાર્થ વ્યાસ અને જગદીશભાઈ ભટ્ટ (જે.બી) નું પણ સ્વામિનારાયણ સંસ્થા ના ગાદીપતિ આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યુ અને સમાજ માટે આવી જ રીતે સેવાકીય પ્રવૃત્તિ નો પ્રવાહ ચાલુ રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કઠલાલ બ્રહ્મ સમાજ દ્વારા પાર્થ વ્યાસ અને જે.બી ભટ્ટને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *