Gujarat

શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં ફૂડ ફેસ્ટીવલનું આયોજન

શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં ફૂડ ફેસ્ટીવલનું આયોજન

તા.૨૫ ફેબ્રુઆરી,૨૦૨૩ આટકોટની નામાંકિત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. B.Com તથા B.C.A ના અંદાજિત ૧૪ જેટલા સ્ટોલ ઉભા કરીને વિધાર્થીઓએ પોતાની વાનગીઓ રજૂ કરી હતી.

કોલેજના મેનેજિંગ ડાયરેકટર ડો. કમલેશ હિરપરા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ શ્રી કેવલ હિરપરા, કોલેજ કોર્ડીનેટર શ્રી રોહિત ભાઈ મોલીયા તથા કોલેજ પ્રિન્સિપાલ શ્રી ભરત સર પરમાર તથા મયુર સર વેકરીયા દ્વારા વિધાર્થીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

કોલેજના વિધાર્થીઓમાં અભ્યાસ દરમિયાન જ ઉધોગ સાહસિકતાનો ગુણ વિકસિત થાય તેવા ઉમદા આશયની સાથેકુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવામાટે સહયોગ આપ્યો હતો.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ

IMG-20230225-WA0041-1.jpg IMG-20230225-WA0040-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *