ચોમાસાની ઋતુમાં બાળકોને ભારે મુશ્કેલી પડતી હોય નવી ત્રણ આંગણવાડી બનાવવા માંગ.
ઊનાના ખજુદ્રા ગામમાં આવેલ બે આંગણવાડી કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી હોય આ
બે આંગણવાડીમાં ૩૦૦ જેટલા બાળકો આવતા હોય છે. અને ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે બાળકોને
આંગણવાડી કેન્દ્ર સુધી પહોચવું ભારે મુશ્કેલ બની જતુ હોય છે. સરકાર દ્રારા ગામમાં બાળકોના હિતમાં નવી
આંગણવાડી બનાવવામાં આવે તેવી અનેકવાર રજુઆતો કરવાં છતાં આજ સુધી બનાવવામાં આવી નથી.
અને ભાડાના મકાનમાં બાળકોને બેસવાની પણ જગ્યા ન હોવા છતાં તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય
આ બાબતે ગામના જાગૃત નાગરિક પરબતભાઈ કાળાભાઈ ચૌહાણ દ્વારા આઇસીડીએસ અધિકારીને લેખિત
રજુઆત કરી તાત્કાલીક નવી આંગણવાડી બનાવવાની માંગ કરેલ છે.
ખજુદ્રામાં અંદાજે ૭ વર્ષથી બંને આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં હોય ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદના
કારણે નાના બાળકો બેસી શકે તેવી સ્થિતી ન હોય અને જીવનું જોખમ મંડાય રહ્યુ છે. તેમજ ગામાં બે
આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય તેમાં ૩૦૦ જેટલા બાળકોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ચાર
વર્ષથી ભાડાના મકાનમાં શરૂ છે. હાલ ત્રણ આંગણવાડી હોવી જરૂરી છે. અને આ બાબતે અનેક વખત
રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ નથી.
ભરોસાની ભાજપ સરકાર ડબલ એન્જીન ડિજિટલ ઇન્ડિયાની જાહેરાત પાછળ કરોડો રૂપિયાના ખર્ચા
કરવામાં આવતા હોવા છતાં ઉના તાલુકાના ખજુદ્રા ગામમાં નાના ભુલકાઓ માટે નવી આંગણવાડી ક્યારે
બનશે તેની ગામ લોકો રાહ જોઇ રહ્યા છે. તેમજ ગામમાં વિકાસના અનેક પ્રશ્નો હોવા છતાં કોઇ જાતની
કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર દ્રારા ગામની રૂબરૂ મુલાકાત કરી તપાસ કરવામાં આવે તો ખરેખર
ગ્રામ્ય વિસ્તારના શ્રમીક તથા સામાન્ય પરીવારને પડતી અનેક મુશ્કેલીઓનો ખ્યાલ આવે. હાલ ગ્રામજનો
વિકાસની ક્યારે થશે તેવા પ્રશ્નદ ઉઠવા પામેલ છે.


