Gujarat

ઊનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિસુલ દીક્ષાનો કાર્યક્રમ અંગે પ્રખન્ડ સંમેલન યોજાયું

ઊનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રખંડ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિશાલ સંખ્યામાં
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલનમાં તા ૧૯ માર્ચ ૨૦૨૩ ના રોજ વીએચપી અને બજરંગ દળ દ્રારા ભવ્ય ત્રિસુલ
દીક્ષાનો કાર્યક્રમ અને ભવ્ય ઉત્સવો ઉજવવાની યોજના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કાર્યકારી અધ્યક્ષ
રામજીભાઈ પરમાર, જીલ્લા સહ મંત્રી નિપુલભાઈ શાહ, જીલ્લા સંયોજક પાર્થ રૂપારેલ, પ્રખંડ પ્રમુખ યશવંતભાઈ બાંભણીયા, પ્રખંડ
સંયોજક ભાવેશ સાંખટ, નગર પ્રમુખ જયેશ આહીર, નગર સંયોજક રવી બાંભણીયા સહીત ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકનું
સંચાલન નિપુલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

-હિન્દુ-પરિષદ-બજરંગ-દળ-દ્વારા-પ્રખન્ડ-સંમેલન-યોજાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *