અમદાવાદ
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડી ત્યારે મહિલાના માથા નીચેથી પર્સ ચોરીને એક યુવક ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. પર્સની અંદર દાગીના અને રોકડ સહિત ૯.૪૩ લાખની કિંમતી વસ્તુઓ હતી. સમગ્ર મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
