સુરત
આગામી દિવસમાં આ આવનાર હોળી ધૂળેટીના તહેવારને લઈ સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલ આંખ કરી છે. પાંડેસરા વિસ્તારમાં પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ કલાકની પોલીસની સરપ્રાઈઝ ચેકિંગમાં ૧૦૪ જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ડઝનથી વધુ હથિયારો પોલીસે કબજે કર્યા હતા. સુરત શહેરમાં આગામી હોળી ધુળેટી તહેવારને લઇ ગુનાહિત પ્રવૃત્તિ વધુ થતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરી કાર્યવાહી કરવાની ખાસ સુચના પોલીસને આપવામાં આવી છે. જે આધારે પાંડેસરા પોલીસ મથક હદ વિસ્તારમાં પોલીસની મોટી ટીમ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ખાસ વડોદ ખાતે આવેલા એસ.એમ.સી આવાસમાં મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ત્રણથી સાડા ત્રણ કલાક સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને સૌથી વધુ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન અનેક અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે સૌથી વધુ ઈસમોને ડિટેઇન કર્યા હતા.આ કોમ્બિંગમાં પોલીસે નાસતા ફરતા ૦૪ ,જામીન પેરોલ ફર્લો ઉપર છુટેલ ૦૫ આરોપી, ભાડુઆત તરીકે રહેતા ૮૯ ઘરો, શકમંદ ૬૮ ઇસમો ,પ્રોહીબિશન અને જુગારી લિસ્ટેડ ૧૯ ઈસમો અને બિનવારસી વાહનો ૧૩ને ચેક કરવામાં આવ્યા હતા.જ્યારે હીસ્ટ્રીશિટર અને હથિયાર સાથેના ૧૬ ,તડીપારના ૦૨ , ટપોરી ગીરી સામે સી.આર.પી.સી. કલમ.૧૫૧ મુજબ ૩૨ , જુગાર સામે ૫૪, ઈંગ્લીશ દારૂના કબ્જા નો ૦૧ ,પ્રોહિબિશનના પીધેલાના ૨૬ અને એમ.વી.એક્ટ કલમ.૨૦૭ મુજબ વાહન ડિટેઇન કરી ૫૭ સામે મળી પોલીસે કોમ્બિંગ દરમિયાન કુલ ૧૦૪ ઈસમ વિરુદ્ધ કેશો કરી અટકાયતી પગલા ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
