Delhi

ભારતમાં ચીનના ૧૦ લાખ જાસૂસો, દેશની દરેક ગતિવિધિ પર ડ્રેગનની નજર, કોંગ્રેસ નેતાએ કરી સરકારને કરી એલર્ટ

નવીદિલ્હી
ચીનની એક ચાલાકી સામે આવી છે, જેના કારણે તે પોતાની નાપાક યોજનાઓને અંજામ આપવાનું વિચારી રહ્યા છે. જણાવી દઈએ કે, ઝ્રઝ્ર્‌ફના રૂપમાં ચીનના ભારતમાં લગભગ ૧૦ લાખ જાસૂસો છે અને તેના દ્વારા તે દેશની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્ર સરકારનું આઈટી મંત્રાલય ચીનના આ દૃષ્ટિકોણ પર નજર રાખી રહ્યું છે. બેઇજિંગ ‘મેડ ઇન ચાઇના’ ઝ્રઝ્ર્‌ફ દ્વારા ભારતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. એક અંદાજ મુજબ, દેશમાં ૧૦ લાખ ઝ્રઝ્ર્‌ફ કેમેરા છે, જે સાયબર સુરક્ષા માટે મોટો ખતરો છે. સસ્તા હોવાના કારણે ભારતમાં મોટા પાયે ચાઈનીઝ ઝ્રઝ્ર્‌ફ ખરીદવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓ હવે આ બાબતે સાવધ બની ગઈ છે. અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ચીન દ્વારા કરવામાં આવી રહેલી સંભવિત ‘જાસૂસી’ને ધ્યાનમાં રાખીને જ તેમના દેશમાં બનેલા ઝ્રઝ્ર્‌ફ પર ક્રેક ડાઉન કર્યું છે. આ દરમિયાન, અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ ઇરિંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખતરાના ડરથી દેશમાં ચાઇના નિર્મિત ઝ્રઝ્ર્‌ફ કેમેરા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. પસીઘાટ પશ્ચિમના ધારાસભ્ય ઈરિંગે રવિવારે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં લોકોમાં તેમના ઘરોમાં ચાઈનીઝ ઝ્રઝ્ર્‌ફ કેમેરાનો ઉપયોગ ન કરવા માટે જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવાનું સૂચન કર્યું હતું. ધારાસભ્યએ કહ્યું કે, સરકાર જરૂરિયાત મુજબ ઝ્રઝ્ર્‌ફ ડેટાને સુરક્ષિત રાખવા માટે સ્વદેશી ક્લાઉડ-આધારિત સર્વર શરૂ કરવાનું વિચારી શકે છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે, “ૈં્‌ સેક્ટરમાં ભારતના પરાક્રમને જાેતા, અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટેના આ ખતરાનો સામનો કરવા સક્ષમ છીએ.” એક મીડિયા અહેવાલને ટાંકીને ધારાસભ્યએ કહ્યું કે, દેશમાં ઉપયોગમાં લેવાતા ચીની બનાવટના ઝ્રઝ્ર્‌ફ કેમેરાનો ઉપયોગ બેઇજિંગ ‘આંખો અને કાન’ તરીકે કરી શકે છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *