Maharashtra

પ્રિયંકા ચોપરા મોનોકિનીમાં લાગી ગ્લેમરસ

મુંબઇ
પ્રિયંકા ચોપડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફરી એકવાર ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’થી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ જાેવા મળશે. આ સિવાય, પ્રિયંકા કીનુ રીવ્સ સાથે ‘ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ’માં પણ જાેવા મળશે.પ્રિયંકા ચોપડા તેના કામ અને વેકેશનને બેલેન્સ કરવાનું સારી રીતે જાણે છે. પ્રિયંકા છેલ્લા ઘણા સમયથી તેની આગામી વેબ સિરીઝ સિટાડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. લંડનમાં લાંબા શૂટિંગ શેડ્યૂલ બાદ પ્રિયંકા સ્પેનમાં તેની માતા મધુ ચોપરા અને કેટલાક મિત્રો સાથે રજાઓ માણી રહી છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. પ્રિયંકા ચોપડાએ તેની સુંદર ટ્રીપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે મોનોકિની અને બિકીનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પહેલી તસવીરમાં પ્રિયંકા ચોપડાએ પીળા રંગની મોનોકિની પહેરી છે. તે શિપ પર મિત્રો સાથે જાેવા મળે છે. તસવીરોમાં પ્રિયંકા ચોપડા સાથે તેની માતા મધુ ચોપરા પણ જાેવા મળી રહી છે. અન્ય તસવીરોમાં પ્રિયંકા લાલ બિકીની પહેરેલી જાેવા મળી રહી છે, આ તસવીરોમાં પ્રિયંકા ગ્લેમરસ લાગી રહી છે. પ્રિયંકાના ફેન્સની સાથે તેનો પતિ નિક જાેનસ પણ પોતાને કમેન્ટ કરતાં રોકી શક્યો નથી. તેણે લખ્યું કે, કમાલની યુવતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *