Gujarat

અમરેલી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કલામહાકુંભમાં સાવરકુંડલાના કલરવ બગડાએ ૧૫ થી ૨૦ વર્ષની વયના જુથની હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી સાવરકુંડલા અને પરિવારનું નામ રોશન કર્યું.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાનાં કલરવ બગડાએ અમરેલી ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કલામહાકુંભમાં ૧૫ થી ૨૦ વર્ષની વયના જુથમાં હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સમગ્ર સાવરકુંડલા વિસ્તારનાં સંગીત પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. સાવરકુંડલા શહેર અને સમગ્ર અમરેલી જિલ્લામાંથી તેમના ચાહકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

IMG-20230309-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *