Gujarat

ઈન્દોર મુકામે યોજાનાર પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ માં ભાવનગરના વિકલાંગ ભાઈઓ – બહેનો ભાગ લેશે.

ઈન્દોર મુકામે યોજાનાર પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ માં ભાવનગરના વિકલાંગ ભાઈઓ – બહેનો ભાગ લેશે. તા.૧૪ થી ૧૭ માર્ચ ( ૪ દિવસ) દરમ્યાન મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલ અભય પ્રસાદ સ્ટેડિયમમાં પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨-૨૩ આયોજક ટી.ટી.એફ.આઈ પેરા ટેબલ ટેનિસ પરોમસન એસોસીએશન સાથે મધ્ય પ્ઓર્થોપેડિક વિકલાંગ ભાઈઓ તથા બહેનો ભાગ લેશે. સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ૧ થી ૧૦ કેટેગરી ધરાવતા ઓર્થોપેડીક વિકલાંગ ભાઈઓ – બહેનો ભાગ લેનાર છે.
ભાવનગરમાંથી આ ટુનામેન્ટમેન્ટમાં સતત બે વર્ષ બ્રોન્ઝ મેડલ વિજેતા સરલા એમ. સોલંકી, સાથે પાર્થ યુવા મંડળ ના ટ્રસ્ટી, વિકલાંગ ક્રાંતિ સંગઠન ભાવનગરના પ્રમુખ મનસુખ સોલંકી, જીગર ચાંપાનેરી, ભાવના ચાંપાનેરી, પ્રકાશ ચાવડા, નીતા ચાવડા, સોનલ ડાભી વગેરે ભાગ લેવા જઈ રહ્યા છે. તેમને એક વર્ષથી માર્ગ દર્શન, વિના મુલ્યે કોચિંગ ભાર્ગવ ડાભી આપી રહ્યા છે, પાર્થ યુવા મંડળ ભાવનગર તરફથી ટેબલ ટેનિસ રમવા માટે ટેબલ આપેલ છે, વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ છેલ્લા ચાર વર્ષ વિકલાંગોની રમત-ગમતમાં મદદ કરી રહ્યા છે. ટુનામેન્ટમાં પાર્ટીસિપેટ કરવા જવા તમામ ખેલાડીઓને વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ રોજાસરા, ઉપ પ્રમુખ હિંમત સિહોરા તરફથી અભિનંદન પાઠવે છે. ઉતરોતર પ્રગતિ કરે, ભાવનગર અને ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.( અતુલ શુક્લ દામનગર દ્વારા.)

IMG-20230312-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *