Gujarat

 ચાર-ચાર બંગડી વાળી ગાડી’ ફેમ કિંજલ દવેની સગાઈ તૂટી, 5 વર્ષના સબંધનો અંત આવ્યો  

ગુજરાતમાં “ચાર-ચાર બંગડીવાળી ગાડી” ગીત ગાઈને ફેમસ થયેલ ગાયિકા કિંજલ દવેની 5 વર્ષ બાદ સગાઈ તૂટી ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કિંજલ દવેની સગાઈ પવન જોષી સાથે અને તેના આકાશ જોષીની સગાઈ પવન જોષીની બહેન સાથે સામસાટા મુજબ થઈ હતી. જે બાદ પવન જોષીની બહેને બીજા સાથો કોર્ટ મેરેજ કરી લીધા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જેને લીધે કિંજલ દવેની પવન જોષી સાથે સગાઈ તૂટી છે.મહત્ત્વનું છે કે, આ અંગે ગુજરાતી જાગરણની ટીમે કિંજલ દવેના ભાઈ આકાશ દવે સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આકાશ દવેનો સંપર્ક થઈ શક્યો નહોતો. કિંજલ દવેની સગાઈ તૂટી જતાં ગાયિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાની પવન જોશી સાથેની તમામ તસવીરો હટાવી લીધી છે. પોતાની સગાઈના 5 વર્ષ દરમિયાન કિંજલ દવે અને પવન જોશી અનેક વખત સાથે ફરવા ગયા હતા. જેની તસવીરો ગાયિકાએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે અને તેના ભાઈ આકાશ બન્નેની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જે મુજબ કિંજલ દવેના ભાઈ આકાશની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. જો કે પવન જોશીની બહેને અન્ય ઠેકાણે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની સગાઈ તૂટી હોવાનું જાણવા મળી રહ્યું છે.કિંજલ દવેની કારકિર્દી પર નજર કિંજલ દવેનો જન્મ 20 નવેમ્બર, 1999માં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. નાનપણથી જ કિંજલ દવેને ગાવાના ખૂબ જ શોખ હતો. કિંજલ દવેના પિતા ક્યારેક ભજન અને ગરબાના કાર્યક્રમો કરતાં હતા, જ્યારે માતા સીવણનું કામ કરતા હતા. કિંજલ દવે અવારનવાર પિતા સાથે કાર્યક્રમોમાં જતા અને તેમને ગાતા સાંભળતી હતીમાત્ર 7-8 વર્ષની વયે પોતાના પિતા સાથે ગાયત્રી મંત્ર ગાવાથી કિંજલ દવે સંગીત ક્ષેત્રે પર્દાપણ કર્યું. જો કે 2015-16માં ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી લાઈ દઉ’ ગીતથી કિંજલ દવે જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે, ત્યાં છવાઈ ગઈ. કિંજલ દવેના અત્યાર સુધીમાં 100 જેટલા આલ્બમ બહાર આવી ચૂક્યાં છે. આટલું જ નહીં, કિંજલ દવે દેશ-વિદેશમાં હજારો શૉ કરી ચૂકી છે અને વિશ્વભરમાં તેના અનેક ફેન્સ છે

Kinjal-Dave-Engagement-Brake.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *