આ વિસ્તારના ગામોના લોકોના કહ્યાના અનુસાર નદી ની વેરી નું પાણી વાપરવાથી કઠોળ તેમજ દરેક પ્રકારની દાળ જલ્દી બફાઈ જાય છે
પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ બોડેલી તાલુકાના ગડોથ પંથક ના ગ્રામીણ વિસ્તારો પાસે થી પસાર થતી સુકી નદી કિનારા ના દસ જેટલા ગામો માટે સિંચાઇ ના પાણી સહિત અન્ય કામમાં પણ પાણી નો ઉપયોગ આવતો હોય આ સુકી નદી અત્રે ના દસ જેટલા ગામો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે પાટીયા ગામનાં સ્મશાન પાસે સુખી નદી ના પટ માં બનાવવા માં આવેલ ચેકડેમ પાટીયા તેમજ રણભુન ગામનાં સેકડો ધરતીપુત્રો માટે આશીર્વાદ રૂપ છે કારણ કે આ ચેકડેમ માં બારે માસ પાણી રહે છે અને આ પાણી થી પાટીયા તેમજ રણભુન ગામના સેકડો નાના મોટા ધરતી પુત્રો સિંચાઇ કરે છે અને આ ચેકડેમ નુ પાણી પાટીયા ગામનાં રહીશો ને પિવા માટે પણ મળી રહે છે
સમગ્ર પંથક ના દસ જેટલા ગામો રણભુન, પાટીયા, ગડોથ, અમલપૂર, જીવનપુરા ટીંબી, મોટા તેમજ નાના બુટીયાપુરા, સિમરિયા, મુલધર સહિત ના ગામો માં પીવા માટે પાણી તો છે પરંતું કોઇ પ્રસંગ હોય કે રોજે રોજ જમવાનું બનાવવા માટે નદી માં વેરી ખોદી તે પાણી નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ગામના કુવા હોય કે બોર નું પાણી હોય તેનાથી કોઈ પણ જાતના કઠોળ કે દાળ ચડતા નથી જેથી અહીંની ગૃહિણીઓ ને નદી માં વેરી ખોદી ત્યાંથી પાણી કાઢી માથે બેઢા ઉચકી લાવવામાં આવી રહ્યુ છે
ગૃહિણીઓ ના મતે નદી ની વેરી નું પાણી વાપરવાથી કઠોળ તેમજ દરેક પ્રકારની દાળ જલ્દી બફાઈ જાય છે
Box
આ સુકી નદી ના પટ માં જીવણપુરા, ટીંબી ની આસપાસ એક બીજો ચેકડેમ બને તો ત્યાં ના ધરતીપુત્રો ને પણ ખુશાલી મળે તેમ છે જેથી લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી આ વિસ્તારના રહીશો સાથે વાતચીત કરી અહીં પણ એક ચેકડેમ બનાવવા માં આવે તેવી લોક માંગ ઉદભવી છે
ફોટા મેલ કર્યા છે
ફોટો લાઇન…. સુકી નદી ના પટ માંથી વેરી ખોદી પાણી લઈ જતી ગૃહિણીઓ તેમજ પાટીયા ગામનાં સ્મશાન પાસે બનાવવા માં આવેલ ચેકડેમ ની તસ્વીર
બોડેલી તાલુકા ના જીવનપુરા ગડોઠ અમલપુર પંથક માં પસાર થતી મેરિયા નદી અત્રે ના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


