સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હવે ઈલેકટ્રીક એન્જિન દ્વારા સંચાલિત ટ્રેન શરુ થવાના અણસાર ઘણા ઢુકડા દેખાય છે. આ માટે સાવરકુંડલા શહેરમાં આવેલ રેલવે ક્રોસિંગ નંબર ૬૨ હાલ થોડા સમય પુરતું બંધ કરવામાં આવ્યું છે અને આ રૂટના ટ્રાફિકને રેલવે ક્રોસિંગ નંબર ૬૧ પર ડાઇવર્ઝન આપવામાં આવેલ છે. હાલ ઈલેકટ્રીકફિકેશન અર્થાત્ વિદ્યુતિકરણની સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે ધોળા રાજુલા રેલવે લાઇન સંદર્ભે સાવરકુંડલા રેલવે સ્ટેશન પર વિદ્યુત એન્જિન સંચાલિત ટ્રેન શરૂ કરવાની ગણતરીના ભાગરૂપે જરૂરી કામગીરી સંદર્ભે સાવરકુંડલા જેસર રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ નંબર ૬૨ને રેલવે દ્વારા હાલ પૂરતું બંધ કરી લોકો તથા વાહનવ્યવહારને રેલવે ક્રોસિંગ નંબર ૬૧ પર ટ્રાફિક ડાઈવર્ઝન તરીકે ઉપયોગમાં લેવા જણાવાયું છે.

