સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા સ્થિત સનરાઈઝ સ્કુલના બાળકોએ પોતાની કલ્પના શક્તિના ઘોડા દોડાવી. અદભુત વૈજ્ઞાનિક અભિગમ અપનાવી. જાત મહેનતે, એક પણ ચીજવસ્તુ ખરીદ્ય વગર ઘરમાં પડેલી વધારાની ભંગાર ચીજોમાંથી સર્જન કર્યું કે જે કાબિલેદાદ છે.
———————————————————————
સનરાઈઝ સ્કૂલના બાળકોએ હૈદરાબાદ સ્થિત ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રતિભા શોધ કોમ્પીટીશનમાં ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓએ, do best for weste competitionમાં ઓનલાઈન ભાગ લીધેલો આ એક ઓપન ફોરમ હતું જેમાં સનરાઈઝ સ્કુલના લગભગ 100 જેટલા બાળકો એ participate કરેલ કરેલ જેમાં સાયન્સના સિદ્ધાંત પર આધારિત બે પ્રયોગ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા. જેમાં એક છે warning alarm .. આ ઘર ઉપયોગી એવી શોધ છે કે ચોમાસામાં વરસાદ દરમિયાન મકાનમાં ક્યાંય પણ પાણી લીકેજ થાય જેનાથી આખા મકાનમાં વીજ કરંટથી શોક લાગવાનો ભય પેદા થાય ત્યારે આ સાધન સહેજ પણ વરસાદનું પાણી મકાનમાં થાય તો તરત જ Alarm રણકી ઉઠે છે જેનાથી આપણે સાવચેત થઈ જઈએ આ Alarm હાલારી રેહાન ક્યુમભાઈએ પોતાની જાત મહેનત અને પોતાના વિજ્ઞાન ગુરુ જતીન ત્રિવેદીના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ ત્યારબાદ રાઠોડ ક્રિષ્ના ઈશ્વરભાઈએ પોતાના વિજ્ઞાન ગુરુ પ્રવીણભાઈ આંસોદરિયા અને અમૃત પરમારના માર્ગદર્શન નીચે, ગામડાંઓમાં હજી પણ બહેનો કૂવામાંથી પાણી સીંચતાં જોવા મળે છે ત્યારે આ બહેનો માટે એક એવી ગરગડી બનાવી છે કે, ખૂબ જ ઓછા ઘર્ષણથી કૂવામાંથી પાણી ખેંચી શકાય. જેથી ખૂબ જ ઓછું બળ વાપરવું પડે અને સહેલાઈથી પાણી ઉપર આવી જાય. આમ આ બંને વિદ્યાર્થીઓએ સાબિત કરી આપ્યું કે પ્રતિભા તો કોઈપણ ખૂણામાં પડી હોય. તેને શોધીને યોગ્ય ઘાટ ઘડવા વાતાવરણ પૂરું પાડવું પડે. પછી તો આપોઆપ ખીલી ઉઠે. આ બંને બાળકોએ પોતાનું, પોતાના પરિવારનું અને સંસ્થાનું નામ રાષ્ટ્ર લેવલે ગૌરવ અપાવવા બદલ સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન મશરૂ તથા મેનેજિંગ ટ્રસ્ટ પ્રતાપભાઈ ખુમાણ દ્વારા બંને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા.


