Gujarat

કેશોદમાંથી ૩ વર્ષથી પુત્રી સાથે મહિલા ગુમ

કેશોદની સોડિયમ સોસાયટીમાં રહેતી ૨૩ વર્ષિય મહિલા તેમની ૩ વર્ષની પુત્રી સાથે તા.૧/૦૩/૨૦૨૩ને ૩ વાગ્યા આસપાસ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૫.૫ ઇંચ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. મહિલાના ડાબા ગાલ ઉપર તલનું નિશાન છે. મહિલા ગુમ થઇ ત્યારે મરૂન કલરની કુર્તી તથા લાલ કલરની લેગીજ પહેરેલ છે. તેમજ ૩ વર્ષની પુત્રીની ઉંચાઇ ૨ ફુટ, બાંધો પાતળો અને રંગ ઉજળો છે. તેમણે ગુલાબી કલરનું ટીશર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે. આ માતા-પુત્રની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *