Gujarat

ઓલપાડની મીંઢી પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો                

શિક્ષણ અને સંસ્કારની સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવાં શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન મીંઢી પ્રાથમિક શાળામાં બાળરમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાનાં તમામ બાળકોએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
               સદર રમતોત્સવમાં સંગીત ખુરશી, કોથળા દોડ, રીંગણ દોડ, સિક્કા શોધ, કેટલાં રે કેટલાં, એક મિનિટ, લીંબુ ચમચી જેવી વિવિધ બાળસહજ રમતો યોજવામાં આવી હતી.
               શાળાનાં શિક્ષિકા બહેનો સરોજબેન ચૌધરી તથા ગીતાબેન પટેલે વિવિધ રમતો રમાડી બાળકોને આનંદવિભોર કર્યા હતાં. અંતમાં સૌ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવા સાથે પૌષ્ટિક નાસ્તો તેમજ ચોકલેટ વહેંચીને તેમનાં ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

IMG-20230316-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *