Gujarat

ઊનાના નવાબંદર ખાતે જી.આઈ.ડી.સી મંજુર, જેટી બાદ વધુ એક પ્રોજેકટની ભેટ… ઊનાના ધાસસભ્ય કે.સી.રાઠોડના પ્રયત્નને અભૂતપૂર્વ સફળતા ખુશી ફેલાય…

ઉનાના ધારાસભ્ય તરીકે ચુંટાઈને આવ્યાના હજુ ૪ માસ પણ પુરા નથી થયા ત્યારે કાળુભાઈ રાઠોડે ઉના વિધાનસભાને વધુ એક
પ્રોજેકટ ભેટ આપ્યો છે. તેઓની સક્રિય રજુઆતના કારણે તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા રાજયમાં ૨૧ સ્થળોએ જી.આઈ.ડી.સી
મંજુર કરી છે. જેમાં ઉના તાલુકાના નવાબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ હવે ઉના પંથક ઔધોગિક વિકાસનાં દ્રાર
પણ ખુલી ગયા છે. આ પહેલા રાજય સરકાર દ્રારા નવાબંદર ખાતે રૂ. ર૫ કરોડનાં માતબર ખર્ચે જેટી નિર્માણનું કામ મંજુર કરેલ હતું.
જે કામ હાલ પુરજોશમાં ચાલુ છે. ત્યારે જી.આઈ.ડી.સી મંજુર થવાથી ઉના તાલુકાનાં દરિયાઈ પટો વધુ વિકાસની હરણ ફાળ બનશે.
અને આ વિસ્તારમાં જી.આઈ.ડી.સી.ના માધ્યમથી કાર્યરત થનાર નાના-મોટા ઉધૌગો ધમધમશે. અને જેનાં લીધે સમગ્ર ઉના પંથક
શિક્ષીત બેરોજગારો માટે રોજગારીની અનેક તકો ઉભી થાશે. નવાબંદરમાં જી.આઈ.ડી.સી મંજુર થવાથી ઉના તથા ગીરગઢડા
તાલુકાની જનતામાં અપૂર્ણ હર્ષની લાગણી ફેલાણી છે. અને લોકો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને અભિનંદન પાઠવી આભાર વ્યકત
કર્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *