રાણપુર શહેર સહીત પંથકમાં કડાકા-ભડાકા સાથે કમોસમી ધોધમાર વરસાદ
વળીયાળી,જીરૂ,ઘઉં સહીતના ખેડુતો ને તૈયાર થયેલા ઉભા પાક ને ભારે નુકશાન…
હવામાન વિભાગ દ્વારા 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં હતી તે પ્રમાણે બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેડુતો ને હાથ માં આવેલો કોળીયો ઝુટવાય ગયો છે.રાણપુર પંથકમાં પડેલા ભારે પવન સાથે પડેલા ભારે વરસાદ ને કારણે ખેડુતો ના ઉભા પાક ને ભારે નુકશાનની ભોગવવાનો વારો આવ્યો છે.તૈયાર થયેલ વળીયાળી,ઘઉં,જીરૂ જેવા ઉભા પાક ભારે પવન અને વરસાદ ને કારણે જમીન દોસ્ત થઈ ગયા છે જેના કારણે ખેડુતો ના તૈયાર થયેલ પાક ને નુકશાન થતા ખેડુતો ની ચિંતા માં વધારો થયો છે.ત્યારે સરકારી તંત્ર રાણપુર પંથકમાં થયેલ નુકશાનીનો સર્વે કરી ખેડુતો ને તાત્કાલિક સહાય આપે એવી ખેડુતોએ સરકાર પાસે માંગણી કરી છે…..
*બોક્સ બનાવવુ



*




*100 વીઘામાં તૈયાર થયેલી વરીયાળી પવન અને વરસાદ ને કારણે જમીન દોસ્ત થઈ ગઈ,સદરૂદીનભાઈ નરશીદાણી,ખેડુત આગેવાન-રાણપુર
રાણપુર તાલુકાના ખેડુત આગેવાન અને ગૃપ સેવા સહકારી મંડળીના ચેરમેન સદરૂદીનભાઈ નરશીદાણી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રાણપુર શહેર અને તાલુકાના કેટલાક ગામો માં ભારે પવન સાથે વરસાદ થતા ખેડુતો ને ઉભા પાક ને ભારે નુકશાન થયુ છે ખાસ કરીને વરીયાળી ને વધુ નુકશાન થયુ છે મારે જ 100 વીધા જમીનમાં તૈયાર થયેલ વરીયાળી ને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે.સાથોસાથ ખેડુતો ને જીરૂ,ઘઉં ને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકશાનની સહાય આપે જેથી ખેડુતો ને રાહત થાય…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


