સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ગુજરાત પ્રદેશ અનુજાતિ ભાજપના હોનહાર યુવા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન ગૌતમભાઈ ગેડિયા સાહેબ ના સુચનથી ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસની ઉજવણી રૂપે સાવરકુંડલા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવેલ તેમજ પછાત બસ્તીઓમાં જઈ ચપ્પલ, બિસ્કીટ, નાસ્તો આપેલ અને સાવરકુંડલામાં માનવતાનું પ્રતિક એવું માનવ મંદિર જે ભક્તિરામબાપુના સાનિધ્યમાં ચાલે છે ત્યાં દિવ્યાંગ માનસિક બહેનોને આઈસ્ક્રીમ, ફ્રૂટ, અને બિસ્કીટ વિતરણ કરી યશસ્વી પ્રદેશ અધ્યક્ષનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા, જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, સુરેશભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા અનુજાતિ મંત્રીશ્રી રણજીતભાઈ વાળા, સાવરકુંડલા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ મહામંત્રીશ્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા શહેર ભાજપ અનુ મોરચાના પ્રમુખ શ્રી હસુભાઈ ખેતરીયા મહામંત્રી શ્રી લલીતભાઈ મારૂ, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ વેગડા સહિતના કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…


