ગાંધીનગર
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયેલા ટી- સ્ટોલ ખાતે શરૂઆતના તબક્કામાં ૧૪ જેટલી મહિલાઓને રોજગારી મળી છે. આવનારા સમયમાં વધુ મહિલાઓને રોજગારી મળશે. આ ઉપરાંત માટી કામ સાથે જાેડાયેલી તમામ મહિલાઓને પણ ટૂંક સમયમાં રોજગારી આપવામાં આવશે. આ સાથે જ માટીના અનેક ઘરવખરીનું વેચાણ પણ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવશે. રેલવે સ્ટેશનો પર ચા ડીસ્પોઝેબલ કપમાં આપવામા આવતી હોય છે. પરંતુ, ગાંધીનગર રેલવે સ્ટેશન પર શરૂ થયેલા મહિલા સંચાલિત ટી-સ્ટોલ પર માટીની કુલડીમાં જ ચાનું વિતરણ કરવાનો ર્નિણય કરાયો છે.ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલાઓ અને મહિલા સ્વસહાય જૂથ દ્વારા શરૂ કરવામા આવેલા એક ખાસ ટી-સ્ટોલનું આજે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું. અમિત શાહે સ્ટોલની મહિલાના હસ્તે જ સ્ટોલની રીબીન કપાવી હતી. સ્ટોલ પર મુખ્યમંત્રીની સાથે અમિત શાહે કુલડીમાં ચાની ચુસકી પણ લગાવી હતી. દેશમાં રેલવે સ્ટેશન પર મહિલા સ્વસહાય જૂથ દ્વારા શરૂ કરવામા આવ્યો હોય તેવો ગાંધીનગરનો આ પ્રથમ સ્ટોલ છે. જેનું આજે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું. અમિત શાહે ટી સ્ટોલ પર મહિલાઓના હાથે બનાવવામા આવેલી ચાની ચુસકી પણ લગાવી હતી. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.


