Gujarat

સાવરકુંડલા તાલુકાના શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ઇનોવેટીવ પેગોડાજી શેરીંગ વર્કશોપ અંતર્ગત શૈક્ષણિક અધિકારીઓ અને આચાર્યોએ મુલાકાત લીધી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઇનોવેટિવ પેડાગોજી શેરિંગ વર્કશોપ અંતર્ગત  શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મૈયાણી સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભાવેશભાઈ બોરીસાગર, સાવરકુંડલા BRC દર્શનાબેન જોષી, ડાયટમાંથી લાયઝન અધિકારી શ્રી કાર્તિકભાઈ વ્યાસ સાહેબ,CRC શ્રી કૃતિકાબેન ત્રિવેદી તેમજ ૩૦ જેટલી SOE શાળાના આચાર્યશ્રીઓએ આજે કરજાળા પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી. શ્રી મૈયાણી સાહેબે પોઝિટિવ વાતાવરણમાં શિક્ષણ કઈ રીતે અસરકારક બને તે અંગે વિગતવાર સમજ આપી હતી. શ્રી સોલંકી સાહેબે ધોરણ ૮ ના વર્ગની મુલાકાત લઇ બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી.તેમજ દરેક શાળાના આચાર્યોએ પોતાના ઇનોવેટીવ વિચારો રજૂ કરીને ગુણવત્તા સભર શિક્ષણ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કાર્તિકભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ કથીરીયાના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર આયોજન કર્યું હતું.

IMG-20230317-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *